Kavita India: The Poets' Collective — Inaugural Online Series, dates to be announced
English Poem

Gandhi 150

About this poem
Written to mark a hundred and fifty years since Gandhi's birth, this poem is an ambivalent, searching address to him — weighing his insistence on truth and non-violence against a present the poet finds harder, angrier, and more violent than Gandhi's own terms seem to allow for.
About English
English, a West Germanic language, functions in India as a widely used link language across regions and as a major language of literature, education, and public life. Within the collective, it serves both as an original language of composition for some poets and as the primary language of translation connecting readers across India's many languages.
Original · Gujarati

૧
બાપુ!
તમારી આંગળી ઝાલી છે,
તો સત્ય શું છે
તે જાણું છું;
પણ આચરી શકતો નથી.
અસત્યને
તિરસ્કારું છું,
પણ તજી શકતો નથી.
તમે સત્યના કર્યા,
હું ધિક્કારના પ્રયોગોમાં
ગરક છું.

૨
ધાર્યું નહોતું કે
મારું જીવન તે મારી વાણી
ગોખાવતાં ગોખાવતાં
ચતુર વાણિયાની જેમ,
તમે એકાએક પરીક્ષા લેશો, બાપુ!
હૈયે હતું, હોઠે આવ્યું :
મારી વાણી
તે મારું જીવન.

૩
સોયના પૂળામાં
ખોવાઈ ગયેલું એકાદ તણખલું, સૂકું કે કૂણું
શોધતાં શોધતાં
લોહિયાળ કરી નાખેલ આ હાથે,
કઈ રીતે મેળવું
તમારો હાથ, બાપુ?!

૪
મિસ્ટર ગેન્ઢી!
વી આર કાઇન્ડ ઑફ ડન વિથ યુ
યુ મે લીવ અસ નાઉ
નાઉ વી એક્ઝિસ્ટ ઇન અ ડિજિટલ વર્લ્ડ વ્હેર
નથિંગ ઇઝ રિયલ નથિંગ અનરિયલ આઇધર
ન તો સત્યનો જય ન અસત્યનો પરાજય
ઇન ફૅક્ટ નો ટ્રૂથ ઍન્ડ નો લાઇ્‌ઝ
ઑન્લી અ સ્પેક્ટેકલ ઑફ વાયોલન્સ
વિથ લાઇવ વિઝ્યુઅલ્સ
નૉન-વાયોલન્સ ઇઝ ઑલ જન્ક, મિસ્ટર ગેન્ઢી!
નો ક્લીનલિનેસ નો ગૉડલિનેસ
એવરીથિંગ કલરફુલ એન્ડ ઇન્સ્ટન્ટ
ઇન્સ્ટન્ટ ડાયરેક્ટ ટ્રાન્સફર
ફૉર અ બિલિયન કન્ટ્રીમૅન
હેન્સ નો નીડ ઑફ કરન્સી ઍટ ઑલ
સૉરી, નો પ્લેસ ફૉર યુ મિસ્ટર ગેન્ઢી!
શ્યોરલી વી આર થૅંકફુલ ટુ યુ
બટ,
બટ, ટાઇમ ટુ ક્વિટ ઇન્ડિયા, ડિયર ફાધર!
ઇન ફૅક્ટ વી ગાઇઝ્‌ કૅન હેલ્પ
ઍન્ડ ડિલીટ યુ
વિથ અ ટચ ઑફ ધ ફિંગર, બાપુ!

૫
સત્યથી ભિન્ન કોઈ પરમેશ્વર નથી
સત્યરૂપી સૂરજનું સંપૂર્ણ દર્શન
સંપૂર્ણ અહિંસા વિના શક્ય નથી
વ્યાપક સત્યનારાયણનાં પ્રત્યક્ષ દર્શનને સારુ
જીવમાત્રની પ્રત્યે
આત્મવત્‌ પ્રેમની પરમ આવશ્યકતા છે
આત્મશુદ્ધિ વિના
જીવમાત્ર સાથે ઐક્ય ન સાધી શકાય
આત્મશુદ્ધિ વિના
અહિંસાધર્મનું પાલન સર્વથા અસંભવિત છે
સત્યમય થવાને સારુ અહિંસા
એ જ એક માર્ગ છે
પણ આ શુદ્ધિનો માર્ગ વિકટ છે.*

આ લખી રહ્યો છું તે કાગળ,
કાગળ પર અક્ષરો પાડતી કલમ,
કલમને પકડતો હાથ
અશુદ્ધ છે.
હાથમાં સ્નાયુઓનો સંચાર,
રગોમાં ધબકતું લોહી,
લોહીને ધકેલતું હૃદય – અશુદ્ધ,
ચિત્ત અશુદ્ધ, ચેતના અશુદ્ધ છે.
સાધન-શુદ્ધિનો તમારો આગ્રહ, બાપુ!
દોઢ સદીએય
મને તમારાથી છેટો રાખે છે!

* ગાંધીજીની આત્મકથાના ‘પૂર્ણાહુતિ’ પ્રકરણમાંથી ઉદ્ધૃત.

૬
જીવી જીવીને
માણસ સો શરદ જીવે,
તમે તો દોઢસોને આંબી ગયા, વહાલા બાપુ!
હાંઉં, બહુ થયું, હવે સિધાવો!
તમારો રહ્યોસહ્યો ઓછાયો
હજુ, ક્યારેક ક્યારેક
અણધાર્યો જ વચ્ચે આવી જઈ
અમારાં તાંડવોનો લય
ભંગ કરી નાખે છે.
ત્યારે, થોડી વાર અમે ઘાંઘાં થઈ
સૂધબૂધ ખોઈ બેસીએ છીએ.
પણ ફરી,
ફરી અમારાં વિચાર, વાણી, વર્તનમાં
પ્રકૃતિ પ્રત્યે
પશુ પ્રત્યે
મનુષ્ય પ્રત્યે
ઝેરી વીજળીઓ ફૂંફાડા મારે છે.
હિંસાહારી, હિંસાચારી, હિંસાકારીના આ હાથે
છેલ્લો કટોરો પી, જાઓ,
જાઓને હવે, બાપુ વહાલા!

Translation · English (this page)

1
Bapu!
As I tag along with you,
I know what truth is
but can’t act on it.
I have disdain
for untruth,
but can’t let go of it.
Your experiments
were with truth,
I am drowned in mine,
with hatred.

2
No one imagined that
while making us repeat
‘My life is my message’
again and again;
like a shrewd trader,
you’d suddenly test us, Bapu!
I spoke from the heart:
My messages
are my life.

3
Bloodied
while grasping
for a tender shoot
or a brittle straw
in a bale of needles,
how can my hand
find yours, Bapu?

4
Mr. Gandhi!
We’re kind of done with you.
You may leave us now.
Now we exist in a digital world where
nothing is real, nothing is unreal either.
No triumph of truth, nor downfall of lies.
In fact, there’s no truth and no lies.
Only a spectacle of violence
with live visuals.
Non-violence is all junk, Mr. Gandhi!
No cleanliness, no godliness,
Everything colourful and instant.
Instant money transfer
for a billion countrymen.
Hence no need of currency at all.
Sorry, no place for you, Mr. Gandhi!
Surely, we are thankful to you
but,
but time to quit India, dear Father!
In fact, we guys can help
and delete you
with the touch of a finger, Bapu!

5
There is no God other than Truth.
To see the universal and all-pervading
Spirit of Truth
face to face
one must be able to love
the meanest of creation as oneself.
Identification with everything that lives
is impossible without self-purification;
without self-purification the observance of
non-violence must remain an empty dream.
A perfect vision of Truth can only follow
a complete realisation of Ahimsa
but the path of self-purification is hard and steep.*

The paper that I write on
The pen that forms the letters
The hand that holds the pen
are all impure.
The muscles that move the hand
the blood coursing through it
the heart that pumps it –
it’s all impure.
The mind impure,
the mindfulness impure.
Even after seven-score and ten years, Bapu,
it’s your insistence on purity of tools
that keeps me away from you!

* From MKG’s autobiography, Tr. Mahadev Desai, the last chapter, ‘Farewell’.

6
At the most
a man survives a hundred autumns,
you’ve crossed a hundred and fifty, dear Bapu!
Enough now, let go!
At times,
your leftover shadow
still appears
unbidden
to interrupt our
dances of destruction,
muddying our minds and
forcing us to pause.
But once again,
we spit venomous bolts
of forked lightning
at animals
at man
at nature
with thought, speech and deed.
Drink a last cup
from this hand stained
with bloodshed
of thought, speech and deed;
and go gentle into this good night, dear Father!

(Translated from original Gujarati by Naushil Mehta)

About the translator
Naushil Mehta
Naushil Mehta translated this poem from its original Gujarati into English.
About the poet
Gujarati poet with Kavita India.

More by Kamal Vora

2 Comments

  • Asha Pillai 1 week ago

    The shift from addressing him as 'Bapu' to 'Mr. Gandhi' says everything about the distance the poem is tracing. Devastating turn.

    Reply
  • Rohan Mehta 1 week ago

    Section 5, with the "impure" paper and pen — I keep coming back to that image. Thank you for sharing this.

    Reply
Look & Feel
Colour Theme
Text Size